સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

ભાવનગર




ભાવનગર
મુખ્ય મથક: ભાવનગર
રચના: 1 મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે
સરહદ: ઉત્તરે બોટાદ અને અમદાવદ જિલ્લો, પૂર્વમાં ખંભાતનો અખાત, દક્ષિણે અરબસાગર અને પશ્ચિમમાં અમરેલી જિલ્લો આવેલો છે
તાલુકા- (કુલ 10) 1. ઘોઘા 2. શિહોર 3. ગારિયાધાર 4. મહુવા 5. ભાવનગર 6. તળાજા 7. ઉમરાળા 8. પાલિતાણા 9. વલભીપુર 10. જેસર
તાલુકા યાદ રાખવાની ટ્રીક:  ઘોશી ગામ ભાત ઉપાવજે
ક્ષેત્રફળ: 8334 ચો. કિમી.      સાક્ષરતા: 76.80%
વિશેષતા:
ગુજરાતમાં દાડમનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે.
અમદાવાદ પછી ગુજરાતમાં જામફળના  ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવે છે.
ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે.
ગુજરાતમાં મુલ્તાની માટી તથા પ્લાસ્ટિક ક્લેના ઉત્પાદનમાં ભાવનગર જિલ્લો પ્રથમ સ્થાને છે.
ભાવનગરના પટારા અને ગાંઠિયા  જાણીતા છે.
ગુજરાતમાં મહિલા કુલી ધરાવતુ રેલ્વે સ્ટેશન ભાવનગરમાં આવેલું છે.
“માલબેંક ટપુ” અને “પીરમબેટ”  ભાવનગરના દરિયાકિનરે આવેલાં છે.
ગોહિલવાડ :
ભાવનગર જિલ્લાનો ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો વિસ્તાર ગોહિલવાડ કહેવાય છે.
વિશ્વમાં કાળિયાર (બ્લેક બક)નો સૌથી મોટો નેશનલ પાર્ક ભાવનગર જિલ્લામાં આવેલો છે.
ભાવનગર શહેરને સૌરાષ્ટની સંકારનગરી કહેવામાં આવે છે.
ભાવનગર જિલ્લાને “યુકેલિપ્ટસ જિલ્લો” કહેવામાં આવે છે.  ( યુકેલિપ્ટસ- નીલગિરિ )
ભાવનગનું મહુવા હાથી દાંતની બનાવટો માટે જાણીતુ છે.
જોવાલયક સ્થળો:  ભાવનગર: ગાંધીજીના કોલેજકાળનું નગર, “ સૌરાષ્ટની સંસ્કારી નગરી”
ભાવનગરની સ્થાપના ઈ.સ. 1723માં ભાવસિંહજીએ કરી. પરંતું ભાવનગરનો વિકાસ મહારજા  તખ્તસિહજીને આભારી છે.
ગાંધીજી ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણ્યાં હતાં.
ભાવનગરમાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધીના અધ્યક્ષ સ્થાને કાઠિયાવડ રાજકીય પરીષદનું સંમેલન મળ્યું હતું
આઝાદી પછી દેશી રજવાડાઓમાં સૌપ્રથમ પોતાનુ રાજ્ય દેશને અર્પણ કરનાર ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહ પ્રથમ રાજવી હતા. જેમણે પછીથી રાજ્યપાલ તરીકે અલગ અલગ રાજ્યોમાં સેવા આપી.
ભાવનગર “લોકગેટ” ધરાવતું બંદર છે. જે ગુજરાતમાં એકમાત્ર બંદર છે.
ગાંધી સ્મૃતિ, સરદાર સ્મૃતિ, જૂનો દરબાર ગઢ, 1932 માં બંધાયેલો ટાઉન હોલ (જ્યાં રાજવી કૃષ્ણકુમારનો રાજ્યાભિષેક થયો હતો) બાર્ટન મ્યુઝિયમ અને લાઇબ્રેરી જોવાલાયક છે.
આ ઉપરાંત મહેન્દ્ર મેઘાણીની “લોકમિલાપ” નામની સંસ્થા જે સસ્તા ભાવે પુસ્તકો ઉપલબ્ધ કરાવે છે. રવિશંકર રાવળનું “આકાર” કલામંડળ, નાનાભાઇએ સ્થાપેલી આંબલા ગામ ખાતે આવેલી “દક્ષિણામુર્તિ” સંસ્થા તથા મનુભાઇ પંચોળી દર્શકની સણોસરામાં આવેલી સર પ્રભાશંકર પટ્ટણી ઈન્સ્ટ્રિટ્યુટ ઓફ સાયન્સ,’  ભાવસિહ પોલિટેકનીકજાણીતી સંસ્થાઓ છે.
આ ઉપરાંત ભાવનગરમાં ગૌરીશંકર તળાવ, રૂવાપરીનું મંદિર, તખ્તેશ્વરનું  મંદિર જોવાલાયક છે.
વલભીપુર: વલભીપુર “ઘેલો” નદીના કિનારે આવેલું છે.
મૈત્રકકાળમાં સમૃદ્ધ રાજ્ય એવા ”વલભીપુર”માં નાલંદા તક્ષશિલા સમકક્ષ “ વલભી વિદ્યાપીઠ” (સ્થાપક-ધરસેન) આવેલી હતી. મૈત્રક રાજવી ધ્રુવસેન બીજાના સમયમાં આવેલ ચીની યાત્રાળુ  હ્યુ-એન-ત્સાંગ વલભીપુરમાં તે સમયે દેશના સૌથી વધુ કરોડપતિઓ વસતા હતા, તેવું નોધ્યું છે. અહિંથી ઘણા પ્રાચીન સિક્કાઓ, તામ્રપત્રો મળી આવ્યા છે.
વલભીપુરમાંથી લાકડિયો કોલસો બનાવાય છે.
પાલિતાણા: પ્રાચીન નામ “પાદલિપ્તપુર”
ગુજરાતનું મંદિરોનું શહેર, જૈનોના પાંચ પવિત્ર તીર્થોમાંનું એક
608 મીટર ઉંચાઇ ધરાવતા શેત્રુંજ્ય પર્વત પર આવેલાં પાલિતાણામાં જૈનોના 863 મંદિરો આવેલા છે. બધા જ જૈન મંદિરોનો વહીવટ “આણંદજી કલ્યાણજી” ની પેઢી દ્વારા થાય છે.
શેત્રુંજ્ય એ જૈનધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવજીનું મૂળસ્થાન ગણાય છે.
પાલિતાણા જૈનોનું મુખ્ય તીર્થ છે. તેમાં મૂળનાયકશ્રી આદિશ્વરજી છે.
આ ઉપરાંત આધુનિક યુગમાં બંધાયેલું સમવસરણ મંદિર આવેલું છે.
મહુવા: “સૌરાષ્ટ્રના કાશ્મીર” તરીકે જાણીતુ છે.
પ્રાચીન નામ ”મધુપુરી” મહુવાએ ભાવનગરનું જાણીતું બંદર છે.
મહુવા માલણ નદીના કિનારે આવેલુ છે.
લાકડાના રમકડાનો ઉદ્યોગ વિકસ્યો છે. આ ઉપરાંત હાથીદાંતની બનાવટો માટે પણ જાણીતુ છે.
ઘોઘા: પાર્શ્વનાથજીનું મંદિર આવેલું છે. ઘોઘા-દહેજ(ભરુચ) વચ્ચે 22ઑક્ટોબર 2017ના રોજ પ્રધાનમંત્રીના હસ્તે ફેરી  સર્વિસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.
મજાદરગામ: મહુવા પાસે આવેલા મજાદર ગામે દુલા ભાયા કાગનું  ગામ છે.
અલંગ:  એશિયાનું સૌથી મોટુ “શીપ બ્રેકિંગ યાર્ડ” જહાજ ભાંગવાનો ઉદ્યોગ આવેલો છે.
વેળાવદર: ભારતમાં કાળિયારની સૌથી વધુ વસ્તી વેળાવદરમાં છે.અહીં કાળિયાર માટે 18 ચો. કી.મી.માં ફેલાયેલો વિશ્વનો સૌથી મોટો નેશનલ પાર્ક આવેલો છે.
કોળિયર: ભાવનગર નજીક કોળિયર ખાતે પાંડવોએ નિષ્કલંક  મહાદેવની સ્થાપના કરી હતી. ભાદરવી અમાસે અહીં મેળો ભરાય છે.
ખોડિયાર: ખોડિયાર માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. અહીં તાતણીયો ધરોપણ આવેલો છે. જ્યાં દુષ્કાળ દરમિયાન પણ પાણી રહે છે.
ગોપનાથ: આહીં દરિયા કિનારે ગોપનાથનું શિવાલય આવેલું છે. જ્યાં નરસિંહ મહેતાએ શિવઆરાધના કરતા ભગવાન શિવે તેમને કૃષ્ણલીલાના દર્શન કરાવ્યાં હતાં. અહી શ્રાવણી અમાસે મેળો ભરાય છે.
તલગાજરડા‌- રામ કથાકાર શ્રી મોરારી બાપુનું જન્મ સ્થળ છે.
તળાજા‌: પ્રાચીન નામ “તાલધ્વજપુરી”
નરસિહ મહેતાનું જન્મસ્થળ છે. અહીંના નજીકના ડુંગરો પર બૌદ્ધ ગુફાઓ આવેલી છે.
બગદાણા: બગડ નદીના કિનારે બગડેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. તથા સંતશ્રી બજરંગદાસ બાપાનો આશ્રમ આવેલો છે.
હાથબ: દરીયાકિનારે અહીં કાચબા ઉછેર કેન્દ્રઆવેલું છે. આ ઉપરાંત નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે.     
શિહોર: ભાવનગર રાજ્યની જૂની રાજધાની છે.
તાંબાપિત્તળના વાસણોના ગૃહઉદ્યોગ માટે જાણીતુ છે. જેમાં પિત્તળનુ નકશીકામ વખણાય છે.
ગોમતેશ્વર મંદિર જાણીતુ છે.
મુખ્ય નદીઓ: ઘેલો, શેત્રુંજી, કાળુભાર, માલણ, બગડ, કેરી, રંઘોળી,
નદીકિનારે વસેલાં શહેરો: 1. વલભીપુર- ઘેલો નદી 2. મહુવા- માલણ નદી 3. બગદાણા– બગડ નદી
હવાઇ મથક: ભાવનગર
સિંચાઇ યોજનાઓ: શેત્રુજી યોજના- 1. રાજસ્થળી ડેમ પાલિતાણા 2. કાળુભાર ડેમ
ખેતી: ગુજરાતમાં સૌથી વધુ દાડમનું ઉત્પાદન થાય છે.
જામફળના ઉત્પાદનમાં અમદાવાદ પછી બીજુ સ્થાન ધરાવે છે.
ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર ભાવનગરમાં થાય છે.
ખનીજ: મુલ્તાની માટી, પ્લાસ્ટિક ક્લેના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને છે.
વન્ય જીવસૃષ્ટિ: કાળિયાર માટેનો વિશ્વનો સૌથી મોટો નેશનલ પાર્ક, બ્લેકબક નેશનલ પાર્ક
ઉદ્યોગો: વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
અલંગ ખાતે એશિયાનો સૌથી મોટો જહાજ ભાંગવાનો ઉદ્યોગ આવેલો છે.
પર્વત: શેત્રુજ્ય, થાપો, ઈસાળવા, શાંત શેરી, મોરધાર, મિતિયાળા,શિહોરી માતાનો ડુંગર, લોંગર્ડ, ખોખરા, તળાજાના ડુંગરો
રાષ્ટ્રીય રાજમાર્ગ: નંબર-8 (E)(નવો નંબર 51) પસાર થાય છે.
લોકકલા: ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં કણબીકોમની બહેનો કણબી ભરત ભરે છે.
મેળા: ગોપનાથ મહાદેવનો મેળો- શ્રાવણ માસની અમાસે ભરાય છે.
યુનિવર્સિટી/ વિદ્યાપીઠ: કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટી – સ્થાપના 1978 (કૃષ્ણકુમારસિહનું નામ ઈ.સ. 2012માં આપવાઆં આવ્યું)
લોકભારતી વિદ્યાપીઠ, સણોસરા.
મ્યુઝિયમ/ લાયબ્રેરી: બાર્ટન મ્યુઝિયમ- ભાવનગર
ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ – ભાવનગર.
રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેંદ્ર: ડ્રાય ફાર્મિગ રિસર્ચ સ્ટેશન- વલભીપુર.
સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CSMCR) (મીઠા સંશોધન કેંદ્ર)  ભાવનગર.
કુંડ/તળાવ: 1.બ્રહ્મકુંડ- શિહોર 2. ગૌરીશંકર તળાવ 3. શિહોર તળાવ –ભાવનગર 4.બોર તળાવ –ભાવનગર
ડેરી: દૂધ સરિતા ડેરી
બંદરો: ઘોઘા, તળાજા, મહુવા, ભાવનગર    

Post a Comment

0 Comments