મુખ્યમથક: સુરેન્દ્રનગર
રચના- 1લી મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે આ જિલ્લાની રચના કરવામા આવી હતી.
સ્થાન અને સીમા- સુરેન્દ્રનગર જિલ્લાની ઉત્તરે કચ્છ (નાનુ રણ), પાટણ અને મહેસાણા જિલ્લા, પૂર્વમા અમદાવાદ જિલ્લો, દક્ષિણમાં બોટાદ અને રાજકોટ તથા પશ્ચિમમાં મોરબી જિલ્લો આવેલો છે.
તાલુકાઓ (કુલ ૧૦)- ૧.વઢવાણ, ૨.લીંબડી, ૩.સાયલા, ૪.ચોટીલા, ૫.મૂળી, ૬.ધ્રાંગધ્રા, ૭.દસાડા, ૮. લખતર, ૯.ચૂડા, ૧૦.થાનગઢ.
તાલુકા યાદ રાખવાની ટ્રીક- લિમડીની સાયામાં ચોટીને મૂળા વાઢવાને સ્થાને ધ્રાંગધ્રામાં દસ ચૂડા લખ.
ક્ષેત્રફળ- ૯૨૭૧ ચો. કિ.મી. કુલ ગામડાઓ- ૫૮૭
કુલ વસ્તી- ૧૫,૮૬,૩૫૧ કુલ સાક્ષરતા- ૭૩.૧૯%
વિશેષતા-
ગુજરાતમાં રૂના વેપાર માટેનુ સૌપ્રથમ એસોશિએશન સુરેન્દ્રનગરમાં સ્થપાયું હતું.
થાનગઢ પેંડા, સિરામિક ઉદ્યોગ અને માટીના રમકડા માતે જાણીતું છે.
વઢવાણનાં મરચાં પ્રખ્યાત છે.
ગુજરાતમાંથી સૌથી વધુ ફાયરક્લે મૂળી તાલુકામાંથી મળે છે.
નળ સરોવર અને કચ્છના નાના રણ વચ્ચેનો સુરેન્દ્રનગર જિલ્લાનો વિસ્તાર ‘ઝાલાવાડ’ તરીકે ઓળખાય છે.
સૌથી વધુ પાતાળકૂવાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના રંગપુર ખાતેથી ગુજરતમા સૌપ્રથમ ૧૯૩૧માં હડપ્પા સભ્યતાના અવશેષો મળી આવ્યા હતા.
વઢવાણભોગાવો નદી સુરેન્દ્રનગર અને વઢવાણને જુદા પાડે છે.
સુરેન્દ્રનગર :
સુરેન્દ્રનગર ભોગાવો નદીના કાંઠે વસેલું છે.
સુરેન્દ્રનગર તેના ઉચ્ચ કક્ષાનાં કપાસ તથા સૂતરનાં વેપારનું મથક છે.
ભોગાવો નદીના એક કિનારે જુનું નગર વઢવાણ (વર્ધમાનપુર) અને સામે કિનારે ઈ.સ. ૧૯૪૭ મા રાજા સુરેન્દ્રસિંહજીના નામ પરથી વસેલુ નવું શહેર સુરેન્દ્રનગર છે. સુરેન્દ્રનગરનો ઔધોગિક વિસ્તાર કારખાનાંઓથી ધબકતો રહે છે.
વઢવાણ :
કવિ દલપતરામનો જન્મ અહીં થયો હતો.
પ્રાચિન નામ વર્ધમાનનગર છે. અહિ મહાવીર સ્વામીના ચરણ પડેલ છે. અહિનું રાણકદેવીનું મંદિર પ્રસિધ્ધ છે. વઢવાણનો કિલ્લો સિધ્ધરાજ જયસિહે બંધાવ્યો હતો. કિલ્લા પાસે માધાવાવ છે. અહિં રાજાનો મહેલ, જૈન દેરાસર, સ્વામિનારાયાણ મંદિર, વાઘેશ્વરી માતાનુ મંદિર જોવાલાયક છે.
ચોટીલા :
ચોટીલામાં રાષ્ટ્રીય શાયર, કવિ અને લોકસાહિત્યકાર એવા ઝવેરચંદ મેઘાણીનો જન્મ થયો હતો.
ચોટીલાના ડુંગર પર ચામુંડા માતાનુ મંદિર આવેલું છે. ચોટીલા ડુંગર માંડવની ટેકરીઓનુ સૌથી ઉંચુ શિખર છે.
તરણેતર:
અહિં ત્રિનેત્રેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. અહિં દર વર્ષે ભાદરવા સુદ (૪,૫,૬) જગપ્રસિદ્ધ મેળો ભરાય છે. આ મેળો તેની રંગબેરંગી છત્રીઓ માટે જાણીતો છે. નાગરશૈલીમાં બંધાયેલા આ મંદિરમાં ત્રણેય બાજુએ દસ-દસ પગથિયા ધરાવતા કુંડ છે. જેમાં મંદિરનું પ્રતિબિંબ પડે છે. આ મંદિરના પ્રાંગણમાંં અર્જુને મત્સ્યવધ કર્યો હતો તેમ માનવામાં આવે છે. હાલનું મંદિર લખપતના રાજા કરણસિંહે તેમની પુત્રી કરણબાની યાદમાં ઈ.સ.૧૯૦૨ માં બંધાવ્યું હતું.
થાનગઢ:
ચિનાઇ માટીના વાસણો બનાવવાનુ પ્રસિદ્ધ કારખાનું ‘પરશુરામ પોટરી’ અહિં આવેલું છે.
ધ્રાંગધ્રા:
પથ્થર માટે તેમજ રસાયણ ઉદ્યોગ અને ચિનાઈ માટીના ઉદ્યોગ માટે જાણીતું છે.
પર્વત/શિખર- માંડવની ટેકરીઓમાં ચોટીલા શિખર
નદીઓ- ૧.વઢવાણ ભોગાવો, ૨.લિમડી ભોગાવો, ૩.ફાલ્કુ, ૪.બ્રહ્માણી, ૫.સુકભાદર,
૬.કંકાવતી, ૭.ઉંમઈ, ૮.રૂપેણ,
નદી કિનારે વસેલાં શહેરો- ૧.ધ્રાંગ્ધ્રા (ગોધરા નદી) ૨.સુરેન્દ્રનગર(વઢવાણ ભોગાવો નદી) ૩.વઢવાણ (વઢવાણ ભોગાવો નદી)
સિંચાઈ યોજનાઓ- ૧.નાયકા બંધ અને ધોળીધજા બંધ(વઢવાણ ભોગાવો નદી) ૨.થોરિયાળી બંધ (લિમડી ભોગાવો નદી) ૩.ફાલ્કુ બંધ (ફાલ્કુ નદી)
ખેતી- કપાસ, બાજરી, ઘઉ, જુવાર, ઈસબગુલ, જીરૂ...
અભયારણ્ય- ૧.ઘુડખર અભયારણ્ય તા- ધ્રાંગ્ધ્રા ૨. નળ સરોવર પક્ષી અભયારણ્ય તા- લખતર (અમદાવાદમાંં પણ ગણાશે)
ડેરી - સુરેન્દ્રનગર ડેરી, સુરસાગર ડેરી
ખનિજ- ૧. મૂળી તાલુકામાંથી ફાયરક્લે ઉપરાંત સિલિકા સેંડ, સેંડ સ્ટોન, બ્લેક સ્ટોન મળે છે. ૨.ખારાઘોડામાં મીઠાનું ઉત્પાદન થાય છે.
ઉદ્યોગ- ૧.થાનગઢમા ચિનાઈ માટીના વાસણો બનાવવાનો ઉદ્યોગ (પરશુરામ પોટરી) વિકસ્યો છે. ૨.થાનગઢમાં પ્લાસ્ટિકક્લેના મેંગલોરી નળિયા બનાવવામા આવે છે. ૩.ધ્રાંગ્ધ્રામાં સોડાએશ અને સોડા બનાવવાનું કારખાનુ છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ – 47 (નવો નંબર)
વાવ- માધાવાવ (વઢવાણ)
કુંડ/તળાવ- ૧.ગંગવો કુંડ, વઢવાણ ૨.ત્રિનેત્ર અને ત્રિદેવ કુંડ, સુરેન્દ્રનગર ૩. અડોલા તળાવ, ધાંધલપુર ૪. સમતસર તળાવ, હળવદ
લોકમેળા- ૧. ભાદરવા સુદ ૪,૫ અને ૬ નો તરણેતરનો મેળો, તરણેતર ૨. અષાઢી બીજનો દૂધરેજનો મેળો, દૂધરેજ
0 Comments