સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

ગીર સોમનાથ


ગીર સોમનાથ                             
જિલ્લાનું મુખ્ય મથક- વેરાવળ.
રચના- 15 ઓગસ્ટ, 2013 ના રોજ જુનાગઢ જિલ્લામાંથી કરવામાં આવી.
જિલ્લાની સરહદ: ઉત્તરે જૂનાગઢ જિલ્લો, પૂર્વમાં અમરેલી જિલ્લો, દક્ષિણ અને પશ્ચિમમાં અરબસાગર
તાલુકા- (કુલ 6) 1.સૂત્રાપાડા, 2.કોડીનાર, 3.વેરાવળ, 4.તલાળા, 5.ઉના, 6.ગીરગઢડા.
તાલુકા યાદ રાખવાની ટ્રિક- સુકો વેરાન તલ ઉગી નિકળ્યો.
ક્ષેત્રફળ- 3754 ચો. કિમી             સાક્ષરતા- 76.90%
વેરાવળ- પ્રાચીન નામ વેરાકુળ.
મત્સ્યબંદર” તરીકે જાણીતું બંદર તથા “શાર્ક ઓઈલ પ્લાન્ટ” આવેલ છે.
સાસણગીર- સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર સ્થાન. અહીં ગીર અભયારણ્ય ઉપરાંત ગીર નેશનલ પાર્ક આવેલ છે.
અહમદપુર માંડવી- દરિયા કિનારે કુદરતી સૌંદર્યધામ ધરાવતું પર્યટન સ્થળ છે. રહેવા માટે ગ્રામીણ કોટેજ (તંબૂ) અને દરિયા કિનારે આવેલા “પામ” વૃક્ષો અહીંનું મુખ્ય આકર્ષણ છે.
 સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિનું અનુભવ કરાવતુ પર્યટન સ્થળ છે.
તુલસીશ્યામ- ઉના પાસે આવેલા તુલસીશ્યામ ખાતે ગંધકયુક્ત ગરમ પાણીના 7 કુંડ આવેલા છે. આ ઉપરાંત શ્યામજી મંદિર પણ આવેલુ છે.
સોમનાથ (પ્રભાસપાટણ) - જૂનુ નામ “પ્રભાસપાટણ”. સોમનાથ પાસે હિરણ, કપિલા અને સરસ્વતિ નદીનો ત્રિવેણી સંગમ થાય છે.
ભારતમા શૈવ સંપ્રદાયના બાર જ્યોતિર્લિંગોમાનું સૌપ્રથમ જ્યોતિર્લિંગ જેની સ્થાપના ચંદ્રએ શાપમુક્ત થવા કરી હતી. આથી તે “સોમનાથ” કહેવાયુ. સોમનાથ મંદિર સૌપ્રથમ ચંદ્રએ ચાંદિનું, ત્યારબાદ શ્રીકૃષ્ણએ સુખડનું અને પછી ભીમદેવ પહેલાએ અને કુમારપાળે પથ્થરનુ બંધાવ્યુ હતુ. જેનો કાળક્રમે વિદેશી આક્રમણખોરોએ વિનાશ કર્યો. સૌરાષ્ટ્ર્ના રાજવી હમીરજી ગોહિલ સોમનાથનું રક્ષણ કરતા કરતા મૃત્યુને ભેટ્યા હતા. જેમની ખાંભી આજે પણ સોમનાથ મંદિરના પ્રાંગણમાં છે.
વર્તમાન સોમનાથના મંદિરનો શિલાન્યાસ ઇ.સ.1951માં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદના હાથે કરવામા આવ્યો હતો.
દેહોત્સર્ગતીર્થ- અહી શ્રીકૃષ્ણના દેહનો અગ્નિસંસ્કાર કરવામા આવ્યો હતો એવુ માનવામા આવે છે.
ભાલકાતિર્થ- અહિ “મોક્ષપીપળો” આવેલો છે. જ્યા આરામ કરવા બેઠેલા શ્રીકૃષ્ણને પારધીએ તીર મારતાં શ્રીકૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો.
ગુપ્તપ્રયાગ- અહમદપુર માંડવી પાસે આવેલું તિર્થધામ. જ્યાં ગુપ્તપ્રયાગ રાજજીનું પ્રાચીન મંદિર આવેલું છે.
મુખ્ય નદીઓ- સોમનાથ પાસે ત્રિવેણી સંગમ પામતી હિરણ, કપિલા અને સરસ્વતિ. ઉપરાંત શિંગવડો, મચ્છુંદ્રી, ધાતરવડી.
ખેતી- ગીર સોમનાથ જિલ્લાના તલાળા તાલુકામાં કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. (ગુજરાતમાં પ્રથમ).
આ ઉપરાંત મગફળી, ઘઉં, બાજરી, કેળાની ખેતી થાય છે.
ખનીજ- કેલ્સાઇટ, ચુનો, સીસું, બોક્સાઇટ.
વન્ય જીવસૃષ્ટી- ગીર અભયારણ્ય અને નેશનલ પાર્ક, તા.ઉના.
ઉદ્યોગ- વેરાવળ ખાતે આવેલા સૂત્રાપાડામાં GHCL (Gujarat Heavy Chemicals Limited)નું સોડાએશ અને કોસ્ટિક સોડાનું કારખાનુ છે.
કોડીનારમાં ખાંડનું કારખાનું આવેલું છે તથા જાફરાબાદમાં સિમેન્ટની ફેક્ટરી આવેલી છે.
કોડીનાર પાસે આવેલા વડનગર ખાતે "અંબુજા સિમેન્ટ"નું કારખાનું આવેલું છે. આથી વડનગર "અંબુજા નગર" કહેવાય છે.
કોડીનાર ખાતે "હાઇટેક સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ"નું કારખાનું આવેલું છે. જે પોર્ટલેન્ડ અને ઓઈલવેલ સિમેન્ટ બનાવે છે.
મેળા- સોમનાથનો મેળો(કાર્તિકી પૂર્ણિમા).
યુનિવર્સિટી/વિદ્યાપીઠ- શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી (વેરાવળ).
મ્યુઝિયમ- પ્રભાસપાટણ ( સોમનાથ) મ્યુઝિયમ, પ્રભાસપાટણ.
રિસર્ચ સ્ટેશન / વિજ્ઞાન કેન્દ્ર- રીઝનલ સુગરકેન રિસર્ચ સ્ટેશન, કોડિનાર.
GEER (Gujarat Ecology and Environment Research) ફાઉન્ડેશન, સાસણગીર-1975
નદીકિનારે વસેલાં શહેર- કોડીનાર (શિંગવડો), સોમનાથ (હિરણ).
કુંડ/તળાવ- તુલસીશ્યામ કુંડ, તુલસીશ્યામ.
બ્રહ્મકુંડ, કોડીનાર.
ત્રિવેણી કુંડ, ઉના (લોક્માન્યતા મુજબ ગંગા, જમના, અને સરસ્વતીનું પાણી).
સૌમ્ય સરોવર, સોમનાથ.
રષ્ટ્રીય રાજમાર્ગ- NH‌-8(E) (નવો નંબર 51) પસાર થાય છે.
બંદરો- વેરાવળ, રાજપરા, નવાબંદર, માઢવડ, ધામરેજ, સૈયદરાજપુરા, મુળદ્વારકા, હીરાકોટ.

Post a Comment

0 Comments