રાજકોટ
મુખ્ય મથક – રાજકોટ
રચના: 1લી મે, 1960 ગુજરાત સ્થાપના સમયે
તાલુકાઓ- 1.જસદણ 2.ગોંડલ 3.જામકંડોરણા 4.જેતપુર 5.કોટડાસાંગાણી 6.રાજકોટ 7.ઉપલેટા 8.લોધિકા 9.પડધરી 10.વીંછીયા
11.ધોરાજી
તાલુકાઓ યાદ રાખવાની ટ્રીક: જગો જાજે કોટડા રાઉ લોપ થયો વીછીં ધોરામાં
રાજકોટ જિલ્લાની સરહદ-
v ઉત્તરે મોરબી અને સુરેંદ્રનગર જિલ્લા, પૂર્વમાં બોટાદ જિલ્લો, દક્ષિણમાં અમરેલી અને જૂનાગઢ જિલ્લાઓ તથા પશ્ચિમમાં જામનગર અને પોરબંદર જિલ્લાઓ આવેલા છે.
વિશેષતા:
v રાજકોટ પેંડા, ફરસાણ, ચીકી તથા ચાંદીકામ માટે જાણીતુ છે. રાજકોટના ઉપલેટાના “ગાંઠિયા” જાણીતા છે.
v ગુજરાતનું સૌથી મોટુ નાટ્યગૃહ “હેમુ ગઢવી નાટ્યગૃહ” રાજકોટ ખાતે આવેલું છે.
રાજકોટ-
v ‘સૌરાષ્ટ્રની શાન’ તરીકે ઓળખાય છે.
v ઈ.સ.1610માં ઠાકોર વિભાજીએ આજી નદીના કિનારે રાજકોટ શહેરની સ્થાપના કરી. રાજકોટમાં જાણીતી રાજકુમાર કૉલેજ આવેલી છે. તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મુખ્ય મથક છે.
v મહાત્મા ગાંધીએ જ્યાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતુ તે ‘સર આલ્ફ્રેડ હાઈસ્કુલ’ (મહાત્માગાંધી હાઈસ્કૂલ) આવેલી છે. આ ઉપરાંત મહાત્માગાંધીનું નિવાસસ્થાન ‘કબાગાંધીનો ડેલો’ આવેલો છે.
v સ્વતંત્રતાસંગ્રામમાં ભાગ લેનાર વીરમહિલા ભક્તિબાની યાદ અપાવતું ભક્તિનગર આવેલું છે.
v રાજકોટમાં આજીનદી પર ડેમબાંધી “લાલપરી સરોવર”ની રચના કરવામાં આવી છે.
v આ ઉપરાંત રાજકોટમાં રેસકોર્સ (અશ્વાલય) વોટસન સંગ્રાલય, રામકૃષ્ણ પરમહંસનું મંદિર જોવાલાયક છે. આ ઉપરાંત નજીકમાં બિલેશ્વર ખાતે મહાદેવનું મંદિર આવેલુ છે.
v ઈ.સ, 1720માં સોરઠના માસૂમખાને રાજકોટ જીતી લઇ તેનું નામ માસૂમાબાદ રાખ્યુ હતું. પણ ઇ.સ. 1732માં રાવરણમલે તેને જીતી ફરી તેનુ નામ રાજકોટ રાખ્યુ હતું.
રોજડી : ભાદર નદીના કાંઠે મળી આવેલું પુરાતત્વીય સ્થળ.
ગોંડલ- ગોંડલી નદીના કીનારે વસેલા ગોંડલમાં ભુવનેશ્વરી માતાનું મંદિર જાણીતુ છે. આ ઉપરાંત ગોંડલનો રાજવી મહેલ નવલખા દરબારગઢ જોવાલાયક છે.
v ગોંડલના રાજા ભગવતસિહજીએ ઇ.સ.1865માં ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોષ “ભગવદ્ ગોમંડલ”ની રચના કરી હતી.
રણુજા- રામદેવપીરનુ સ્થાનક આવેલું છે.
જેતપુર- સાડીના રંગાટી કામ માટે જાણીતુ છે. જેમા બાંધણી, સાડી અને છાપકામ પણ જાણીતું છે.
વીરપુર- સંત જલારામબાપા અને પત્ની વીરબાઇનુ સ્થાનક આવેલુ છે. મંદિરમાં વિના મુલ્યે ભોજન આપવામાં આવે છે.
ઘેલો સોમનાથ – જસદણ તાલુકામાં ઘેલો નદીના કિનારે આવેલું તીર્થસ્થાન.
બિલેશ્વર- બિલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે.
મુખ્ય નદીઓ – ભાદર, ગોંડલી, મોજ.
v ભાદર નદીના કિનારે જસદણ, આટકોટ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, ગણોદ વગેરે શહેરો આવેલાં છે.
v કોટડા સાંગાણી એ ગોંડલી નદીના કિનારે આવેલુ છે.
v ઘેલા સોમનાથ ઘેલા નદીના કિનારે
પર્વત – ઓસમ
સિંચાઇ યોજનાઓ – ભાદરડેમ (ગોમટાગામ, તા-ગોંડલ )
ખેતી- મગફળી, બાજરી, ડુંગળી, જુવાર વગેરે.
ખનીજો- ચૂનાનો પથ્થર, સિલિકાયુક્ત રેતી.
ઉદ્યોગો- ડીઝલ એન્જિનનુ કેન્દ્ર – રાજકોટ
રાષ્ટ્રીય રાજમાર્ગ – NH-8(B) નવો નંબર-27, 52 નવો માર્ગ
અભ્યારણ્ય – હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ્ય – જસદણ.
યુનિવર્સિટી - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ(1967)
મ્યુઝિયમ/ગ્રંથાલય –
v ગુજરાતી ભાષાભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
v વોટસન મ્યુઝિયમ, રાજકોટ
v ઢીંગલી મ્યુઝિયમ, રાજકોટ
રિસર્ચ સ્ટેશન – પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનીંગ સેન્ટર, રાજકોટ
તળાવ – લાલપરી તળાવ
ડેરી – ગોપાલ ડેરી
0 Comments