મોરબી
મુખ્યમથક: મોરબી
રચના: 15 ઓગસ્ટ, 2013 ના રોજ રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાંથી કરવામાં આવી.
તાલુકાઓ: 1.મોરબી 2.હળવદ 3.ટંકારા 4.માળિયા(મિયણા) 5.વાંકાનેર
તાલુકાઓ યાદ રાખવાની ટ્રીક: મોમા હવા ટંકાવો
ગામડાઓ: 337
વસ્તી:10,07,954 સાક્ષરતા: 82.10
સરહદો: ઉત્તરે કચ્છ જિલ્લો, પૂર્વમાં સુરેંદ્રનગર જિલ્લો, દક્ષિણમાં રાજકોટ
જિલ્લો, પશ્ચિમમાં જામનગર જિલ્લો અને કચ્છનો અખાત આવેલો છે.
ક્ષેત્રફળ: 4871 ચો.કિમી.
વિશેષતા:
v મોરબી, વાંકાનેર
અને માળિયા એ મચ્છુ નદીના કિનારે વસેલા શહેરો છે.
11 ઑગસ્ટ, 1979 માં મચ્છુ ડેમ તુટવાથી મોરબી ધ્વસ્ત થયું હતું.
11 ઑગસ્ટ, 1979 માં મચ્છુ ડેમ તુટવાથી મોરબી ધ્વસ્ત થયું હતું.
v મોરબી ઘડિયાળ અને ઈલેક્ટ્રિક ઘડિયાળ માટે જાણીતુ છે.
v હળવદનું પ્રાચીન નામ “હલપદ્ર”
v મોરબીના “મેંગ્લોરી નળિયા” જાણીતા છે.
v નવલખી મોરબી જિલ્લાનું એકમાત્ર બંદર છે.
જોવાલાયક સ્થળો:
v મોરબી: મચ્છુ નદીના કિનારે વસેલું શહેર. અહીં મોરબીના રાજવી
વાઘજી ઠાકરે પોતાના પ્રેમાળ પત્ની મણિબાઇની યાદમાં “મણિમંદિર” (વાઘમંદિર)
બંધાવ્યું છે. જે શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.
v મોરબીની ઘડિયાળ, ચિનાઇ માટીના વાસણો અને મેંગ્લોરી નળિયા ખૂબ જ જાણીતા છે. આ ઉપરાંત ચિનાઇ
માટીના વાસણો બનાવતુ ‘પરશુરામ પોટરી’
કારખાનું આવેલું છે.
v અહીં ઝૂલતો પૂલ સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.
ટંકારા: સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ છે.
વાંકાનેર:
v મચ્છુ નદીના કિનારે આવેલ વાંકાનેરમાં મેંગ્લોરી નળિયા
બનાવવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે.
v આ ઉપરાંત ગ્રીસ-રોમન પદ્ધતિના શિલ્પ સ્થાપત્યની શૈલી મુજબ
બનેલો ‘અમર પેલેસ’ નામનો મહેલ
આવેલો છે.
મુખ્ય નદીઓ: મચ્છુ, બ્રહ્માણી
સિંચાઇ યોજનાઓ: મોરબી પાસે જોધપુર ખાતે મચ્છુ નદી પર મચ્છુ ડેમ બાંધવામાં
આવ્યો છે.
ખનિજો: ચૂનાનો પથ્થર, ચિનાઇ માટી
ઉદ્યોગો:
v ઘડિયાળ અને ઈલેક્ટ્રિક ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ તથા સિરામિક
ઉદ્યોગ વિકસ્યો છે.
v મોરબી અને વાંકાનેરમાં મેંગ્લોરી નળિયા બનાવવામાં આવે છે. જેમાં
મોરબીના મેંગ્લોરી નળિયા જાણીતા છે. ચિનાઇ માટીના વાસણો બનાવતુ પરશુરામ પોટરીનું
કારખાનું આવેલ છે.
અભ્યારણ્ય: રામપરા પક્ષી અભ્યારણ્ય, તા. મોરબી
રાષ્ટ્રીય રાજમાર્ગ: રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર -8(A) (નવો નંબર 27) પસાર થાય છે.
બંદર :- નવલખી
0 Comments