મુખ્ય મથક : પાટણ
તાલુકા : 1. સરસ્વતી, 2. સિદ્ધપુર, 3.સાંતલપુર, 4.રાધનપુર,
5.પાટણ, 6.ચાણસ્મા, 7.સમી,
8.શંખેશ્વર,
9.હારીજ
[તાલુકા યાદ રાખવાની ટ્રિક:
સરસ્વતી સિ સારા એવા પચાસ શંખ હારી]
·
વર્ષ 2૦૦૦માં બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી પાટણ
જિલ્લાની રચના કરવામાં આવી.
·
પાટણ તેની બેવડી ઈક્તવાળ ‘પટોળા’ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
·
પાટણએ આચાર્ય હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ ગણાય છે.
પાટણ
v ચાવડા
વંશના સ્થાપક વનરાજ ચાવડાએ ઈ.સ. 746 માં પોતાના મિત્ર તેવા અણહિલ ભરવાડની યાદમાં ‘અણહિલપુરપાટણ’ વસાવ્યું હતું , જે પાટણ તરીકે પ્રસિદ્ધ થયું. પાટણ
ચાવડાવંશ, સોલંકીવંશ, વાઘેલાવંશ,
દિલ્હી સલ્તનતકાળ દરમિયાન રાજધાની રહ્યુ હતુ. અહીં વનરાજ ચાવડાએ જૈન
પંચાસરા મંદિર બંધાવ્યું હતું.
v
ભીમદેવ
પહેલાની રાણી ઉદયમતિએ અહીં ‘રાણકી વાવ’ બંધાવી હતી
જે સાત માળની છે. જે 2014માં યુનેસ્કોના વિશ્વ વારસાના સ્થળોમાં સ્થાન પામેલ છે.
v
સિધ્ધરાજ
જયસિંહે અહીં સહસ્ત્રલિંગ સરોવર બંધવ્યું; જેના ફરતે 1008 શિવાલયો હતાં.
v શ્રી
હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર આવેલું છે. તેમજ હરિહરેશ્વર મંદિર પાસે ‘બ્રહ્મકુંડ’
નામનું અષ્ટકોણીય સરોવર આવેલું છે.
v ઉપરાંત
પાટણ તેના ‘પટોળા’ અને માટીના રમકડા માટે ખૂબ જ
પ્રખ્યાત છે.
v ઉત્તર
ગુજરાત યુનિવર્સિટીનું વડુ મથક પાટણ ખાતે આવેલું છે.
દેલમાલ-
v અહીં
હઝરત હસનપીરની દરગાહ આવેલી છે, જે
દાઉદી વોરા સમાજના લોકોનું પવિત્ર સ્થળ છે.
શંખેશ્વર-
v
જૈન ધર્મીઓનું પાલિતાણા પછી બીજા નંબરનું પવિત્ર સ્થળ છે.
અહીં પાર્શ્વનાથજીનું જિનાલય આવેલ છે. પ્રાચિનકાળમાં ‘શંખપુર’
તરીકે ઓળખાતું હતું
મેથાણ-
v આ સ્થળે
ગુજરાતનો સૌપ્રથમ સામૂહિક ગોબર ગેસ પ્લાન્ટ આવેલો છે. આ ઉપરાંત સૂર્યઊર્જા વડે
રાત્રિપ્રકાશ મેળવાય છે.
સિદ્ધપુર-
v પ્રાચીન
સમયમાં ‘શ્રીસ્થળ’ કે ‘સિદ્ધક્ષેત્ર’
તરીકે ઓળખાતું હતું. અહીં માતૃશ્રાદ્ધ માટેનું પ્રસિદ્ધ એવું ‘બિંદુસરોવર’ આવેલું છે. લોકકથા
અનુસાર આ સરોવરમાં પરશુરામે માતૃશ્રાદ્ધ કર્યુ હતું અને તેથી સિદ્ધપુર ‘માતૃગયા’ તરીકે ઓળખાય છે.
v ઇન્ટરનેટ
દ્વારા અંતિમ-સંસ્કારનાં ઓનલાઇન દર્શન કરાવતું ગુજરાતનું પ્રથમ સ્મશાનગૃહ અહીં શરૂ
થયું.
v
સોલંકી રાજા મૂળરાજે અહીં રુદ્રમહાલય બંધાવવાનો શરૂ કર્યો
હતો, જેનું સિદ્ધરાજ જયસિંહે બાંધકામ પૂર્ણ કરાવી જીર્ણોદ્ધાર
કરાવ્યો હતો. અહીં કપિલ મૂનિનો આશ્રમ આવેલો છે.
v
અહીં સરસ્વતી નદીના પટમાં કાર્તિકી પૂનમના દિવસે ‘કાત્યોકનો
મેળો’ ભરાય છે. જે ઊંટની લે- વેચ માટે જાણીતો છે.
ભવાઇના
પિતા અસાઇત ઠાકર સિદ્ધપુરના હતા.
0 Comments