જામનગર
મુખ્ય મથક- જામનગર
જામનગર જિલ્લાની
સરહદ:
ઉત્તરે કચ્છનો અખાત,
પૂર્વમાં મોરબી અને રાજકોટ જિલ્લો, દક્ષિણમાં
પોરબંદર જિલ્લો અને પશ્ચિમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો.
તાલુકાઓ: 1.જામનગર, 2.જામજોધપુર, 3.જોડિયા, 4.ધ્રોળ,
5.કાલાવડ, 6.લાલપુર.
[તાલુકાઓ યાદ રાખવાની ટ્રીક: જા જા
મેતો જોડિયા ધ્રોળા કાળા ને લાલ ]
v
ઇ.સ. 1540માં કચ્છથી આવેલા જામ રાવળે
નવાનગરની સ્થાપના કરી હતી, જે હાલમાં જામનગર તરીકે
ઓળખાય છે.
v
રણમલ તળાવમાં ‘લખોટા
મહેલ’ આવેલો છે. આ લખોટા મહેલ વીરતા અને પ્રેમનું પ્રતીક છે
v
નવાનગરનું નવુ આયોજન જામ રણજીતસિંહની દ્વારા
ઇ.સ. 1914 માં કરવામાં આવ્યું હાલમાં જામ
રણજીતસિંહની યાદમાં ક્રિકેટ માટેની ‘રણજી ટ્રોફી’ રમાય છે.
v
સતિયાદેવ પર્વત જામનગરમાં આવેલો છે.
v
જામનગર –દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા
પિરોટન ટાપુઓ પાસેથી મોતી આપતી પર્લફીશ માછલીઓ મળી આવે છે.
v
જામનગર તેના કંકુ, મેશ(કાજળ) અને બાંધણી માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે.
v
જામનગરમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોની
તાલીમ શાળાઓ આવેલી છે. બાલાછડી ખાતે સૈનિક શાળા, વાલછુરા
ખાતે નૌકાસેનાની તાલીમ શાળા તેમજ હવાઈદળની તાલીમ શાળા બેડી ખાતે આવેલી છે.
v
જામનગરને
‘સૌરાષ્ટ્રનુ પેરિસ’ , ‘કાઠિયાવાડનું રત્ન’ તથા ‘છોટે
કાશી’ જેવા વિશેષ નામોથી ઓળખવામાં આવે છે.
v
જામનગર પિત્તળની હાથકારીગરી માટે દેશભરમાં
જાણીતું છે.
v
આયુર્વેદ આચાર્ય ઝંડુ ભટ્ટજીએ સ્થાપેલી ઝંડુ
ફાર્મસી અહીં આવેલી છે. અહીં ઈ.સ. 1967માં સ્થપાયેલી
“આયુર્વેદ યુનિવર્સિટી” પણ આવેલી છે.
v
જામ સાહેબે સૌરચિકિત્સા માટે વર્ષો પહેલા
બંધાવેલું સોલોરિયમ ઉપરાંત ખંભાળિયો દરવાજો, પ્રતાપ પેલેસ, મણેકભાઇ મુક્તિધામ વગેરે સ્થળો પ્રખ્યાત છે.
v
જામનગર સૌથી ઓછી શહેરી પુરૂષ સાક્ષરતા ધરાવતો
જિલ્લો છે.
v
અહી બાલા હનુમાન મંદિરનુ નામ 1લી ઓગસ્ટ,
1964 થી નિરંતર ચાલતી રામધૂનના કારણે “ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ
રેકોર્ડ”માં નોંધાયેલું છે.
કાલાવડ
v “ નકલંક રણુજા” ખાતે રામદેવપીરનું મંદિર આવેલું છે.
સિક્કા
v સિક્કા પાસેનાં મોટી ખાવડી ગામ પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની વિશ્વની
સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ (પેટ્રોલિયમ) રિફાઇનરી આવેલી છે.
v
સિમેન્ટની ફેકટરી આવેલી છે.
સચાણા-
v અહીં જહાજ ભાંગવાના ઉદ્યોગનો વિકાસ થયેલો છે.
મુખ્ય
નદીઓ;
v ફુલઝર, સાસોઇ, નાગમતી,
કંકાવતી, ઊંડ.
સિંચાઇ
યોજના:
v રણજિતસગર બંધ,નાગમતી નદી પર જામનગર પાસે જ બંધ
બાંધવામાં આવ્યો છે.
v જામનગર જિલ્લમાં ઉંડ નદી પર ‘ઉંડ’ બંધ
બાંધવામાં આવ્યો છે.
ખેતી:
v
મગફળી , બાજરી , જુવાર , ડુંગળી.
ખનીજ:
v
ગુજરાતમાં સૌથી વધુ બોક્સાઇટ અને ચિરોડી ( જિપ્સમ ) મળિ આવે છે.
વન્ય
જીવસુષ્ટિ:
v
ખીજડીયા પક્ષી અભયારણ્ય, (
જોડિયા )
ઉદ્યોગ:
v
સચાણા- જહાજ ભાંગવાનો ઉધોગ
v
મોટી ખાવડી ( સિક્કા ) – રિલાયન્સની પેટ્રોલિયમ
રિફાઇનરી
v
જામનગર – બાંધણી , મેશ , કંકુ , ચાંદિના વાંસણો.
યુનિવર્સિટી
/ વિદ્યાપીઠ:
v
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી , જામનગર ( સ્થાપના – 1967 )
મ્યુઝિયમ
/ ગ્રંથાલય:
v
જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ , જામનગર.
બંદરો:
v
સિક્કા , બેડી ,
સચાણા અને જોડિયા.
રિસર્ચ
સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર:
v
મિલેટ રિસર્ચ સ્ટેશન , જામનગર.
કુંડ
/ તળાવ:
v
રણમળ ( લાખોટા ) તળાવ , જામનગર.
ડેરી:
જામનગર
ડેરી .
0 Comments