સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

દેવભૂમિ દ્વારકા જિલ્લો


દેવભૂમિ દ્વારકા
મુખ્ય મથક- ખંભાળિયા
v  ખંભાળિયા તેના શુદ્ધ ઘી માટે જાણીતું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરહદ:
ઉત્તરે કચ્છનો અખાત, પૂર્વમાં જામનગર જિલ્લો, દક્ષિણમાં પોરબંદર જિલ્લો અને પશ્ચિમમાં અરબસાગર આવેલો છે.
તાલુકાઓ:  1. ખંભાળિયા 2.દ્વારકા(ઓખામંડળ) 3.ભાણવડ 4.કલ્યાણપુર
      [તાલુકાઓ યાદ રાખવાની ટ્રીક: ખભા દ્વારા ભાણાનું કલ્યાણ કરો દેવ]
દ્વારકા-
v           દેવભૂમિ દ્વારકા  જિલ્લાની રચના  જામનગર             જિલ્લામાંથી કરવામાં આવી હતી.
v           દેવભૂમિ દ્વારકા જિલ્લાને સૌથી વધુ ટાપુઓ            અર્થાત્ બેટ પ્રાપ્ત થયા છે.
v         પ્રાચીન દ્વારાવતી તરીકે ઓળખાતા દ્વારકાની            સ્થાપના શ્રીકૃષ્ણ દ્વારા કરવામાં આવી હતી.
    કહેવાય છે કે, શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત દ્વારકા               દરિયામાં ડૂબી ગઇ છે.
v        જેના અવશેષો વર્ષ 1980માં સંસોધન દરમિયાન       મળી આવ્યા છે.
v        જેની પૃષ્ઠિ પુરાતત્વવિદ ડૉ. એસ.આર.રાવ દ્વારા       થઇ છે.
v.      ૮મી-૯મી સદીમાં જગદગુરુ શંકરાચાર્ય દ્વારા            સ્થાપિત ચાર પીઠમાંની એક શારદાપીઠઅહીં          આવેલી છે.
v         અહીં લગભગ 13મી સદીમાં બંધાયેલા                    દ્વારકાધિશનું  સાતમાળનું મંદિર છે. જ્યાં                  ચોથામાળે અંબાજીની પ્રતિમા તથા પાંચમામાળે      72 કોતરણીવાળા સ્તંભો પર “લાડવા મંડપ”              આવેલો છે. નજીક્માં રૂકમણીજીનુ મંદિર પણ        આવેલું છે.
v        દ્વારકામાં વલ્લભાચાર્ય ગોસાઇજીની બેઠક પણ         આવેલી છે.
v  શંખોદ્વાર બેટ-
v       તે બેટ દ્વારકાતરીકે પણ ઓળખાય છે.
v      અહીં શ્રીકૃષ્ણએ શંખ નામે એક અસુરનો ઉદ્ધાર        કર્યો હતો તથા અહીં શંખ પણ ખૂબ જ મળી આવે    છે, તેથી તે શંખોર બેટ તરીકે ઓળખાય છે.
v     શંખોદ્વાર બેટનો વિસ્તાર જે દારૂકાવન તરીકે           ઓળખાય છે, ત્યાં 12 જયોતિર્લિંગોમાંનું એક   નાગેશ્વર જયોતિર્લિંગ” આવેલું છે.
v    અહીં શ્રીકૃષ્ણની પટરાણીઓના બે કે ત્રણ માળના     પાંચ મહેલો છે.
v    અહીં મત્સ્યાવતારનું મંદિર છે.
v    શંખોદ્વાર બેટ પર આવેલાં ગોપીતળાવની માટી         ગોપીચંદન તરીકે ઓળખાય છે.
હાલાર-
v    બરડા ડુંગરથી દક્ષિણ – પશ્ચિમ દિશામાં દેવભૂમિ     દ્વારકાના દરિયા કિનારા સુધીનો ભાગ હાલાર             કહેવાય છે. તેમાં જામનગર જિલ્લાનો પણ થોડો       ભાગ આવે છે.
મીઠાપુર-
v     ટાટા કેમિકલ્સનું સોડાએશ અને કોસ્ટિક સોડા            બનાવવાનું કારખાનું આવેલુ છે.
v     મિઠાપુર પાસે “મિલિયોલાઇટ” નામનો ચૂનાનો         પથ્થર, ઉપરાંત જિપ્સમ, કેલ્સાઇટ વગેરે મળી          આવે છે.
ધૂમલી-
v    ભાણવડ પાસે આવેલુ ખંડેર થઇ ગયેલા મંદિરનું         શહેર એટલે ધૂમલી
v     ધૂમલીમાં “નવલખા મંદિર” આવેલું છે, જે લગભગ    અગિયારમી - બારમી સદીમાં બંધાયેલું છે. આ          ઉપરાંત ધૂમલી આશાપુરા માતાનું મંદિર આવેલું        છે.
v      જેઠવા અને સેંધવ વંશ સાથે સંકળાયેલ ધૂમલી          હાલ ભાણવડ તાલુકામાં આવેલ છે.
v      આ ઉપરાંત ભાણવડ નજીક કિલેશ્વર મહાદેવ            મંદિર છે.
મુખ્ય નદીઓ-
v      સની અને ગોમતી નદી.
સિંચાઇ યોજના-
v      સની ડેમ
ખેતી-
v      બાજરી, જુવાર, મગફળી
ખનીજ-
v       ઓખા મંડળના કિનારેથી બોક્સાઇટ મળી આવે         છે. જેમાંથી એલ્યુમિનિયમ બનાવવામાં આવે છે.       જેમાં કલ્યાણપુર, ભાણવડ અને ખંભાળિયા મુખ્ય     છે.
વન્ય જીવસૃષ્ટિ-
v     મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય, તા.                 ઓખામંડળ. (અભયારણ્યમાં જામનગર                   જિલ્લાનો પણ ભાગ સમાવિષ્ટ છે.)
v       મહાગંગા પક્ષી અભયારણ્ય, તા.કલ્યાણપુર
રાષ્ટ્રીય રાજમાર્ગ-
v       રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8(E) (નવો નંબર 51)           પસાર થાય છે.
મેળા-
v        દ્વારકાનો જન્માષ્ટમીનો મેળો.( શ્રાવણ વદ               આઠમ)
મ્યુઝિયમ/વિદ્યાપીઠ-
v     ઈન્ડોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ, શારદાપીઠ,           દ્વારકા(ગ્રંથાલય)
રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર –
v       ડ્રાય ફાર્મિંગ સ્ટેશન, ખંભાળિયા.
v.    ગુજરાત ફિશરીઝ એક્વેટિક સાયન્સિઝ રિસર્ચ          ઇન્સ્ટિટ્યુટ, ઓખાબંદર
કુંડ/તળાવ-
  રત્ન તળાવ ( બેટ દ્વારકા.
બંદરો-
 ઓખા, બેટ દ્વારકા, પોશિત્રા, વાડીનગર, સલાયા.

Post a Comment

0 Comments