સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

કરન્ટ

શહેરી વાતાવરણ, પરિવહન અને ગતિશીલતા અને સતત સંકલિત વિકાસમાં પ્રોજેક્ટના અમલીકરણ માટે સ્માર્ટ સિટી મિશનના પુરસ્કાર હેઠળ સુરત શહેરને શ્રેષ્ઠ શહેર એવોર્ડ એનાયત.

ગુજરાત યુનિવર્સિટીમાં મળેલી બેઠકમાં યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ પરીક્ષાનો સમય ત્રણ કલાકની જગ્યાએ અઢી કલાક રાખવાની વાત કરી જે ટૂંક સમયમાં અમલી બનશે.

મધ્યપ્રદેશના ગ્વાલિયરના એક દિવ્યાંગ તરણવીર સત્યેન્દ્રસિંહે ઈંગ્લિશ ચેનલને તરીને પાર કરીને ઈતિહાસ રચ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઈઝરાયેલ સાથે કૃષિક્ષેત્રે સહયોગ માટે જોઈન્ટ વર્કિંગ ગૃપ (JWG) ની રચનાની જાહેરાત.

ગાંધીનગરમાં વિશ્વનુ પ્રથમ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી ફોરેન્સિક કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.

ભારતીય તીરંદાજ દીપિકા કુમારીએ તિરંદાજી વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો.

કથ્થક ડાન્સર શ્રુતિ ગુપ્તાએ ૨૪ ડિગ્રી તાપમાનમાં નૃત્ય કરીને વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

SEBI ના ફુલ ટાઈમ મેમ્બર તરીકે અનંત બરૂઆની નિમણુંક.

FIFA વર્લ્ડ કપમાં ૧૯૩૮ પછી પહેલી વખત જર્મની નોકઆઉટમા સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી છે.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ન્યુ દિલ્હીમાં નાના અને મધ્યમ ઉદ્યોગને લગતી ઉદ્યોગ સંગમ ૨૦૧૮ નુ ઉદ્ઘાટન.

ભારતમાં સૌથી વધારે બોલાતી ભાષાઓમાં ગુજરાતી ભાષા છઠ્ઠા ક્રમે.

ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ દ્વારા પાસપોર્ટને લગતી પાસપોર્ટ સેવાય મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરાઈ.

કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગ મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ રીયુનિટ (ReUnit) નામની મોબાઇલ એપ લોન્ચ કરી.

ખેલો ઈન્ડિયા નેશનલ ચેમ્પિયનશીપનુ ગુજરાતના ગાંધીનગર ખાતે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે ૫ થી ૯ જુલાઈ દરમિયાન આયોજન થશે.

નીતી આયોગ દ્વારા દેશના ૧૧૫ પછાત જિલ્લાઓને અપાયેલા મહત્ત્વકાંક્ષી જિલ્લાઓના ક્રમમાં દાહોદ પ્રથમ.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંત કબીરની ૫૦૦ મી પુણ્યતિથિ નિમિત્તે સંત કબીર રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટનુ ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના મગહર ખાતે ઉદ્ઘાટન કરાયુ.

ભારતની અભિનેત્રી કલ્કિ કચલીનને ફ્રાન્સનો પુરસ્કાર એનાયત.

નાસા (NASA) ચેન્નઈના વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ વિશ્વના સૌથી હલકા ઉપગ્રહને ઓગસ્ટ ૨૦૧૮ સુધીમાં લોન્ચ કરશે.

સંયુક્ત રાષ્ટ્રના અમેરિકી રાજદૂત નીકી હેલી ભારતના પ્રવાસે.

દિલ્હી એરપોર્ટ વિશ્વનુ - ૧૬ મુ સૌથી વ્યસ્ત હવાઈ મથક.

IDBI બેંકનો ૫૧% હિસ્સો ખરીદવા માટે LIC ને મંજૂરી મળી.

યુનેસ્કો દ્વારા ભારતના મુંબઈના વિક્ટોરિયન આર્ટ ડેકો એનસેમ્બલને વિશ્વ વિરાસત સૂચીમા સામેલ કરાયુ.

૧ જૂલાઇ ૨૦૧૮ થી નવુ સીમ લેનાર ગ્રાહકને ૧૩ આંકડાનો મોબાઇલ નંબર આપવામાં આવશે.

જુલાઈ ૨૦૧૮ મા લંડનમા યોજાનારા મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતની મહિલા ટીમની કેપ્ટન તરીકે રાની રામપાલ જાહેર.

ભારત અને જાપાન વચ્ચે વિમાન ઉડ્ડયન ક્ષેત્રે MoU ને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી.

Post a Comment

0 Comments